June 14, 2025 6:24 am

Search
Close this search box.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ના સંદેશા સાથે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઈવ

નદી, નાળા, અમૃત સરોવર અને તળાવોની આસપાસ સફાઇ દ્વારા જનજાગૃતિ

સુરત :  ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ભાગરૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત લાવવા માટે સુરત જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા ડ્રાઈવ યોજાઇ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નદી, નાળા, અમૃત સરોવર અને તળાવોની આસપાસ સફાઇ કરી પ્લાસ્ટિક કચરો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ પ્લાસ્ટિકના રીયુઝ અને રિસાયકલ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
          પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે રોજિંદા વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ પ્લાસ્ટિક કચરાથી ફેલાતા પ્રદૂષણને નાથવા લોક ભાગીદારીથી કામ થાય તે હેતુથી ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં જિલ્લાના પ્રવાસન સ્થળો, ટ્રાન્સપોર્ટ, ગાર્ડન, નદી-તળાવ-બીચ, ફૂડ કોટ વિસ્તાર, કોમર્સિયલ-માર્કેટ, રેસિડેન્સીયલ-સ્લમ વિગેરે વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ, NGO/વોલન્ટીયર્સને જોડી સ્વચ્છતા ડ્રાઈવ યોજાઇ હતી. સાથે જ લોકોને કપડાની થેલી, ગ્લાસની બૉટલ, કટલરી/બામ્બૂ ટુથ બ્રશ, સ્ટીલ કે રિસાઈકલ કરી શકાય તેવા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળવા અનુરોધ કરાયો હતો.
તંત્રી : મહેન્દ્રસિંહ માંગરોલા મો. 8128711043

 

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો