June 14, 2025 8:03 am

Search
Close this search box.

આગામી ૭ જૂને આવતા ‘બકરી ઈદ’ના તહેવાર નિમિત્તે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ

સુરત :   આગામી તા.૭/૦૬/૨૦૨૫ના રોજ મુસ્લિમ ધર્મનો “બકરી ઇદ”નો તહેવાર આવતો હોવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને સુરત જિલ્લામાં શાંતિનું વાતાવરણ જળવાય રહે એ હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી  વિજય રબારી દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત જિલ્લામાં(પોલીસ કમિશરનશ્રી સુરત શહેરની હકૂમત સિવાય) કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા, કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા પર તેમજ ‘બકરી ઇદ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૮/૬/૨૦૨૫ સુધી કરવામાં આવશે. તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો