
માંગરોળ : માંગરોળ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓમાં જપ્ત વાહનોની જાહેર હરાજી તા.૧૦/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ, જાહેર જનતાએ તા.૦૮મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે માંગરોળ પો.સ્ટે.માં જરૂરી ફોર્મ ભરી ડિપોઝીટના રૂ.૫૦ હજાર ભરી ફોર્મ સાથે આધારકાર્ડ, પાનકાર્ડ, તથા GST નંબરની વિગતો જોડવાની રહેશે. ડિપોઝીટના નાણા રિફન્ડેબલ છે. હરાજીના વાહનોને હરાજીની તારીખ પહેલા માંગરોળ પો.સ્ટે.માં નિહાળી શકાશે. હરાજી કમિટીની શરતો સૌને બંધનકર્તા રહેશે એમ માંગરોળ પી.આઈ. એમ.એચ.સોલંકીની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ)