June 14, 2025 6:31 am

Search
Close this search box.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રની મોદી સરકારના 11 વર્ષના શાસન પૂરા થતાબારડોલી ખાતે કાર્યશાળા યોજાઈ

ટકારમા : સંકલ્પથી સિદ્ધિ સુધી” મોદી સરકારના વિકસિત ભારતના અમૃતકાળના 11 વર્ષ પૂરા થતા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં બારડોલી લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ઇન્ચાર્જ અને  પ્રદેશ કિશન મોરચાના  પ્રમુખ હિતેશભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત અંતર્ગત મોદી સરકાર દ્વારા છેલ્લા 11 વર્ષમાં લોકો માટે લાગુ કરાયેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી.ત્યાર બાદ આ કાર્યશાળાના મુખ્ય વક્તા હિતેશભાઈ પટેલે જણાવ્યું હતુંકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં ભારત દેશે વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે.વધુમાં તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું. કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતીય સેના દ્વારા અપ્રિતમ સાહસ અને શૌર્યનો પરિચય આપતા કેવી રીતે કોઈ પણ સામાન્ય નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર આતંકીઓને અને તેમના આકાઓને કલ્પનાથી પણ પરે સજા આપી હતી અને તેમના નવ જેટલા બેઝ નાશ કર્યા હતા અને આતંકીઓનો ખાતમો કર્યો હતો. તેમણે જુદી જુદી યોજનાનો ઉલ્લેખ કરતાં વૃક્ષારોપણ યોજના, પર્યાવરણ લક્ષી યોજનાનો, જળસંચય યોજનાઓ, વય વંદના યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના તથા વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.તેમજ આગામી દિવસોમાં પાર્ટી દ્વારા યોજવામાં આવનાર વિવિધ કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી. સાથે તેમણે વિકસિત ભારત સંકલ્પ સભાના અંતર્ગત કરવામાં આવનાર કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ,તથા પ્રદેશ સહ સંયોજક વન નેશન વન ઇલેક્શન જગદીશ ભાઈ પારેખ,
કાર્યક્રમના જીલ્લા સંયોજક/સહ સંયોજક કિશનભાઇ પટેલ, મોહનભાઇ આહિર, કમલેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ કેતનભાઇ પટેલ, અશોકભાઇ રાઠોડ, જીલ્લા પંચાયત માજી.પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, મંડળના  પ્રમુખશ્રી/મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ કાર્યશાળા નું સંચાલન મહામંત્રી શ્રી જીગરભાઈ નાયકે કર્યું હતું.જયારે આભાર વિધિ મહામંત્રી શ્રી રાજેશ ભાઈ પટેલે કરી હતી.

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો