June 14, 2025 7:57 am

Search
Close this search box.

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબઘ

પ્રતિબંધ તા. ૦૮/૦૫/૨૦૨૫ થી તા.૦૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ધરતીનો ધબકાર, સુરત :  રાજયમાં ડુબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગના નિર્દેશો અનુસાર સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં (પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરની હકુમત સિવાય) આવેલા નદી, તળાવ, નહેર,દરીયા કિનારાના કુલ ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
           જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલા નીચે પ્રમાણેના ૭૮ સ્થળોને ભયજનક સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં કામરેજ તાલુકાના તાપી નદી કિનારે આવેલા ભાલિયાવાડ ઓવારો, માછીવાડ ઓવારો, થાણા ઓવારો, ગાય પગલા મંદિર, ગલતેશ્વર મહાદેવ મંદિર, ઉંભેળ ગામનું તળાવ તથા ખંડુપુર, ઓરણા તળાવ, સેગવા તળાવનો સમાવેશ થાય છે. પલસાણા તાલુકામાં આવેલા ઈંટાળવા તળાવ, મામાદેવ મંદિર તળાવ, બગુમરા કેનાલનો સમાવેશ થાય છે. જયારે બાડરોલી તાલુકામાં આવેલ રીવરફ્રન્ટ હરીપુરા કોઝ વે, વાઘેચા મંદિર તાપી નદી પાસે- વાઘેચા,ઉવા ગામે નહેર- ઉવા, તેન ગામે નહેર- તેન, અલ્લુ ગામે નહેર- અલ્લુ, તરભોણ તળાવ, વાંકાનેડા, બગુમરા કેનાલનો સમાવેશ થાય છે જયારે મહુવા તાલુકાના જોરાવરપીર અંબિકા નદી પાસેનો કિનારો-કુંભકોત, અનાવલ શુકલેશ્વર મહાદેવ પાસે કાવેરી નદીનો કિનારો, બામણીયા ભુત પાસે અંબિકા નદીનો કિનારો-ઉમરા, ફુલવાડી તળાવ- ફુલવાડી, ઉમરા મધર ઈન્ડિયા ડેમ- ઉમરા, મહુવા શંકર તલાવડી, અનાવલ તળાવ, ગુણસવેલ તળાવ, ધોળીકુઈ બસ સ્ટેન્ડ પાસે તળાવનો સમાવેશ થાય છે.

 

જયારે ઓલપાડના દરિયા કિનારે આવેલા ડભારી દરિયાઈ બીચ તથા મોર-ભગવા-દાંડી દરિયાઈ વિસ્તારના પાણી જવું નહી. ઉમરપાડા તાલુકાના દેવઘાટના પાણીમાં જવું નહી.માંડવી તાલુકાના માયા તળાવ- કાલીબેલ, વરેઠી ગામનું તળાવ, તડકેશ્વર તળાવ, નીગામા તળાવ, વડોદ તળાવ, અરેઠ તળાવ, માંડવી નગરપાલિકા વિસ્તારમાં તાપી નદીનો ૧૫૦૦ મીટર લંબાઈ ધરાવતો પટ વિસ્તાર સમાવેશ થાય છે. આ ઉપરાંત માંડવીના તાપી નદી કિનારે આવેલા બલાલતીર્થ, વરેઠ, નાનીચેર, મોટી ચેર, રતનીયા, તરસાડા બાર, વાઘનેરા, રૂપણ, કાકડવા, ખેડપુર, વરજાખણ, જાખલા, કોસાડી, ઉન, ઉમરસાડી, કમલાપોર, ગવાછી, પીપરીયા, પાટણા, વરેલી પરના પાણીમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માંડવીની વરેહ નદીના તટે આવેલા પીચરવાણ, આમલી, સોલી, કરવલી, કીમડુંગરા, ફુલવાડી, ગોડધા, સાલૈયા, મોરીઠા, વલારગઢ, ગોડસંબા, અમલસાડી, નંદપોર,પીપરીયા, પાટણા, બોરી, ગોદાવાડી, ખરોલી, બોરી, ગવાછી, વરેલી અને પીપરીયા ગામમાં વરેહ નદીના પાણીમાં જવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ પ્રતિબંધ તા. ૦૮/૦૫/૨૦૨૫ થી તા.૦૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અહેવાલ : મહેન્દ્સિંહ માંગરોલા ઓલપાડ

 

 

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો