June 14, 2025 7:24 am

Search
Close this search box.

ઓલપાડ તાલુકાની લવાછાની શ્રી ઝેડ.એમ.પટેલ વિધાલયનુ 17 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ સાથે SSCનુ 100 ટકા પરિણામ

ઓલપાડ તાલુકાની લવાછાની શ્રી ઝેડ.એમ.પટેલ વિધાલયનુ  17 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ સાથે SSCનુ  100 ટકા પરિણામ

ટકારમાં : ઓલપાડ તાલુકાના છેવાડાના કાંઠા વિસ્તારમાં આવેલી શ્રી.ઝેડ.એમ.પટેલ વિદ્યાલય લવાછા વર્ષ 2023 – 24 માં શ્રેષ્ઠ શાળા તરીકે સુરત જિલ્લામાં દ્વિતીય ક્રમાંક  પ્રાપ્ત કરીને શ્રી ઝેડ.એમ. પટેલ વિદ્યાલય, લવાછાએ  SSC બોર્ડ માર્ચ 2025 ની પરીક્ષામાં રેકોર્ડ બ્રેક 100 % પરિણામ  પ્રાપ્ત કરીને ઓલપાડ તાલુકામાં દર વર્ષની માફક પ્રથમ ક્રમે આવેલ છે. શાળામાં ધોરણ 10 ના 121 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેઠા હતા. તમામ 121 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેથી  શાળાનુ કુલ પરિણામ 100% છે. તેમજ શાળામાં કુલ 17 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તો 36 વિધાર્થીઓ B1 ગ્રેડ મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. જે બદલ  હરી:ઓમ આશ્રમ પ્રેરિત જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી નટવરભાઈ આર. પટેલ માનંદમંત્રીશ્રી પ્રવીણભાઈ બી.પટેલ તેમજ મંડળનાં તમામ સભ્યશ્રીઓ તથા શ્રી ઝેડ.એમ.પટેલ વિધાલયના આચાર્યશ્રી પંકજભાઈ એન.પટેલ તથા શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.
શાળાના તેજસ્વી તારલાઓમા પ્રથમ ક્રમે આવનાર  ખલાસી દિશા અશોકભાઈ (ગામ : દાંડી) PR.: 99.73 સાથે A1 ગ્રેડ, 578/600 , 96.33%, દ્વિતીય ક્રમે ખલાસી ઝીલ શક્તિભાઈ (ગામ : દાંડી) PR . 99.64 સાથે A1 ગ્રેડ,  576/600 , 96% અને તૃતીય ક્રમે પટેલ પ્રાર્થના શૈલેષભાઈ (ગામ : લવાછા) PR . 99.28 સાથે A1, 570/600 સાથે 95% –  શાળાના A1 ગ્રેડ મેળવનારા કુલ 17 જેટલા વિદ્યાર્થીઓ  શહેરનો મોહ છોડી ને ગામડાની શાળામાં પ્રવેશ મેળવી, માતા – પિતાની  આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં,  સામાન્ય પરિસ્થિતિમાં , ખૂબ મહેનત કરીને A1 ગ્રેડ મેળવ્યો છે… ગામોમાં A1  ગ્રેડ મેળવીને માતા – પિતા, શાળા અને ગામનું નામ રોશન કર્યું છે… શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે.
અહેવાલ: મહેન્દ્સિંહ માંગરોલા 
ધરતીનો ધબકાર 

 

 

 

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો