ઓલપાડ : દેશના સમર્પિત, સેવાભાવથી કાર્યરત અને લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા બારડોલી લોકસભામાંથી સતત ત્રીજી વખત ચૂંટાઇ આવેલા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોતાનો આદર્શ માનતા સાંસદ માનનીય શ્રી પ્રભુભાઈ વસાવા જીને ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ સમિતિ મંત્રાલયના કાર્યમાં હિન્દી ભાષાના ઉપયોગને વેગ આપવા, નીતિ નિર્માણમાં સહયોગ આપવા અને ગ્રામ્ય ભારતમાં હિન્દી ભાષાની પહોંચ વધારવાના હેતુથી કાર્યરત છે.

પરભુભાઈ વસાવાજીની આ પસંદગી માત્ર તેમના નેતૃત્વ કૌશલ્ય અને અનુભવને માન્યતા આપે છે એટલું નહીં, પણ તેઓએ લોકોની સેવા માટે દર્શાવેલી નિષ્ઠા અને લાગણીશીલ વલણનો પણ પુરાવો છે.પ્રભુભાઈ વસાવાજી એક સરળ, શાંત અને નમ્ર સ્વભાવ ધરાવતાં નેતા છે, જેમણે હંમેશા પછાત, આદિવાસી અને ગ્રામ્ય સમાજના હિત માટે કાર્ય કર્યું છે. લોકોની વચ્ચે રહીને, તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજીને તે સમસ્યાઓ ઉકેલવાની તેમની ઓળખ છે.તેમના નેતૃત્વમાં બારડોલી લોકસભા વિસ્તારમાં અનેક વિકાસકાર્યો કરવામાં આવ્યા છે, માર્ગો અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સુધારા, તેમજ યુવાનોને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્રયાસો.

હવે તેમની આ નવી ભૂમિકા દ્વારા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ક્ષેત્રોમાં પણ વિસ્તારના વિકાસ માટે નવા અવસરો ઊભા થશે.શ્રી પ્રભુભાઈ વસાવાજી ને આ નવી જવાબદારી માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં વિસ્તારને વધુ ગતિશીલ વિકાસ મળશે એવી અમને અપેક્ષા છે.
તંત્રી : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ )