બારડોલી : ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ અંતર્ગત અત્યાર સુધી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના નેતૃત્ત્વમાં જિલ્લામાં થયેલા વિકાસના કામો તથા જિલ્લામાં સંઘર્ષ, સેવા અને સત્તા સુધીની યાત્રામાં જિલ્લામાં સંગઠનના વિશેષ કાર્યક્રમો થયા હતા. તેમજ જિલ્લામાં થયેલા તમામ મંડળો અને નગરોમાં થયેલા સેવાના અને વિકાસના કાર્યો ની પ્રદર્શની શ્રી કમલમ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે 169 બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં પાર્ટીના સિનિયર કાર્યકર્તા બાલુભાઈ પટેલ (બાબલા) ના હસ્તે પ્રદર્શનીનું રીબીન કાપીને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ
પ્રસંગે સૂરત જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, કિશનભાઇ પટેલ, રાજેશ ભાઈ પટેલ,ઉપપ્રમુખ કેતન ભાઈ પટેલ,તથા જિલ્લાના નગર,તાલુકા મંડળ ના સંગઠનના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, હોદેદારો,પદાધિકારીઓ, શાસકો, નગર પાલિકાના સભ્યો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
તંત્રી : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ )