ઓલપાડ : ભાજપના સ્થાપના દિન અંતર્ગત 169- બારડોલી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બારડોલી વિધાનસભાના મતવિસ્તારમાં સમાવિષ્ટ બારડોલી તાલુકા ,બારડોલી નગર, પલસાણા તાલુકા ,કડોદરા નગર , ચોર્યાસી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા શુભેચ્છકોનું સક્રિય કાર્યકર્તા સંમેલન બારડોલી સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજાયું હતું.
આ સંમેલન માં ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ પરમાર સમારંભના અધ્યક્ષ જિલ્લા પ્રમુખ ભરત ભાઈ રાઠોડ, મુખ્ય વક્તા પ્રદેશ એસટી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ ભાઈ વસાવા, પ્રૅસ્ક ઉપસ્થિતિ પ્રભારી ઉષા બેન પટેલ, મુખ્ય મહેમાન જિલ્લા મહામંત્રી જીગર ભાઈ નાયક,કિશન ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ, ભાવેશ ભાઈ પટેલ, પ્રવીણ ભાઇ રાઠોડ, જિલ્લા ઉપપ્રમુખ કેતન ભાઈ પટેલ, બારડોલી તાલુકા પ્રભારી યોગેશ ભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા. બારડોલીના ધારાસભ્ય શ્રી
ઈશ્વર ભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે. ભાજપા એ પાર્ટી નથી પણ એક પરિવાર છે.જેના કેન્દ્ર માં વિકસિત ભારત નો ઉત્તમ વિચાર નેશન ફસ્ટ ની મૂળ ભાવના સાથે જોડાયેલી વિશ્વ ની સોથી મોટી પાર્ટી છે. આ રાષ્ટ્ર સેવા અને જન સેવા ને સમર્પિત પાર્ટી ગૌરવ રૂપ પાર્ટી છે. ભાજપા ના 46માં સ્થાપના દિવસ નિમિતે આજે હાજર રહ્યા છે.અંત્યોદયની ભાવના અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ચેતના સૌના સાથ થી સૌના વિકાસ ના સંકલ્પ ને મજબૂત નેતૃત્વ સાથે આજે કરોડો કાર્યકર્તાઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. 1951 સ્વતંત્ર બાદ માં ગાંધીવાદ ભૂલીને નહેરુવાદ પર ચાલવા લાગી હતી.
ત્યારે ભારતીય સંસ્કૃતિને બચાવી રાખવા માટે દેશમાં એક રાજકીય સંગઠન ની જરૂરિયાત ઉભી થઈ.ત્યારે 21 ઓક્ટોબર 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી.રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા માટે ડૉ . શ્યામા પ્રસાદ મુખર્જીએ દિવસ રાત એક કરીને ભારતીય જન સંઘે એકાંત માં માનવતા વાદ અને અંત્યોદય નો સિદ્ધાંત આપનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ,નાનાજી દેશમુખ, કિશભાઉ ઠાકરે, સુંદર સિંહ ભંડારી,અટલ બિહારી વાજપેયી જેવા અનેક કર્તવ્ય નિષ્ઠ કાર્યકર્તાઓ આવ્યા.કોંગ્રેસ ની તાનાશાહી ચરમ સીમા પર હતી.ત્યારે ઈન્દિરા ગાંધીએ હોદો બચાવવા માટે દેશમાં કટોકટી લગાવી અને પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને અસંખ્ય કાર્યકર્તાઓની ધરપકડ થઈ હતી.અને કેટલા કાર્યકર્તાઓ વેશ બદલીને
લોકશાહી બચાવવા માટે લાગી ગયા હતા.આવા અનેક પ્રસંગો આની સામે સામનો કરવા માટે જનસંઘ અને ત્યાર પછી 6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. તેનું સુંદર પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપા નું શાસન છે. સત્તા ના માધ્યમ થી સેવા કરવી એ ધ્યેય રહ્યો છે.જ્યારે ચૂંટણી આવે ત્યારે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ શ્રી સી આર ,પાટિલજીની આગેવાનીમાં આત્મનિર્ભર બને અને પાર્ટીનો વ્યાપ વધે એ માટે અપીલ કરી હતી.
પ્રાસંગિક ઉદબોધન કરતા જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ જણાવ્યું હતું કે.ઈશ્વર ભાઈ એ નિમંત્રક બની આયોજન કર્યું તે બદલ અભિનંદન આપ્યું છું. અટલજીએ 1980 6 એપ્રિલે કહ્યું હતું. અંધેરા હટેગા કમલ ખીલેગા. તે આજે સાર્થક થઈ રહ્યું છે.. ગુજરાત ના 2 સપૂતો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે દેશમાં જે રીતે કામ કરી રહ્યા છે. તેનું ફળ આ છે. Z જનરેશન છે. જેટલા હોદેદારો , કાર્યકર્તાઓ પાર્ટીમાં સંઘર્ષ કર્યો છે.તેને ઓઢખજો,અને પાર્ટીની પ્રતિષ્ઠાને હાની પહોંચે એવી પ્રવૃતિ ના કરતા. આપણે હજુ ઘણું બધું કાર્ય કરવાનું છે. દેશમાં કોઈ પણ ચૂંટણી ની વાત આવે ત્યારે પાર્ટીને જીતાડવા માટે કાર્યકર્તા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નીકળી પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દિવસમાં 24 માંથી 18 કલાક પ્રજાની સેવા કરે છે., અને બીજેપી સરકારે વકફ બોર્ડ બિલ, 370 કલમ, રામ મંદિર,જેવા દેશ હિત માટે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.પાર્ટીમાં આપણી ભૂમિકાને સમજીને કામ કરીએ,અને સફળ બનાવીએ, પાર્ટીનો ગ્રાફ ઊંચો લઈ જવા અપીલ કરી હતી. ત્યાર બાદ વક્તા શ્રી હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે. પાર્ટીએ રાજયના ધારાસભ્ય ને સક્રિય સંમેલન યોજવાની જવાબદારી સોંપી છે. બારડોલી વિધાન સભા ના સક્રિય સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ ની હાજરીની નોંધ લઈને સરાહના કરીને બિરદાવી હતી. અગાઉ વર્ષ 1998 થી 2000 સુધી રજની રજવાડી ધારાસભ્ય બન્યા, ત્યાર બાદ ખુદ ઈશ્વરભાઈ તમારી સાથે છે.ત્યારે હેટ્રિક મારી છે. પહેલી વખત 22272 મતની લીડ હતી.બીજી વખત 34800 મતની લીડ, અને 3જી વખત 89900 લીડ મેળવીને પાર્ટીનું કમલ વિધાનસભા માં મોકલ્યું છે. એ ટીમ વર્કની જોઈને લાગે છે. 4થી વખત 1 લાખથી વધુ મતોની લીડ મળશે. કોઈ પણ જાતની પરવા કર્યા વગર કામ કરે છે. એ કાર્યકર્તાની તાકાત છે. વિશ્વ ની સોથી મોટી પાર્ટી ન કાર્યકર્તા હોવાનો ગર્વ છે. ચારેવેતી ચારેવેતી નું સૂત્ર અમલમાં મૂકીને જનસંઘ થી લઈને બીજેપી ની ગાથા વર્ણવી હતી.આ વખતનો યોગ બધાએ જોયો છે. રામ મંદિર,370 કલમ, આતંકવાદ દૂર કર્યો, જે સંકલ્પ કર્યો હતો તે પૂરા કર્યા. કન્યા કેળવણી થી લઈને 24 કલાક વીજળી,કિશન રથ લઈને ખેડૂતોને જાગૃત કર્યા,108 ચાલુ કરી, વનબંધુ યોજના, જાહેર કરી ત્યારે કોંગ્રેસ એ વિરોધ કર્યો હતો.પણ દરેકને સાથે લઈ ચાલવાનું કામ કર્યું છે. રાષ્ટ્રમાં નહેરુ વદ, ચાલતું હતું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ, જીવન લગાવી દીધું હતું. પંચનીષ્ઠ ની વાતો કરી હતી.પહેલા 3 બેઠક હતી. નરેન્દ્ર મોદીજી એ સત્તા અને સંગઠન ને સાથે તાલમેલ કરીને દેશને આત્મ નિર્ભર,અને વિકસિત બનાવ્યું છે. મોદી જયારે મુખ્યમંત્રી હતા .ત્યારે યુએસએ વિઝા રદ કર્યા હતા.આજે એજ યુએસ સામેથી બોલાવે છે. રશિયા થી ફૂડ ઓઇલ , લઈ ન શકો તે પ્રતિબંધ દૂર કર્યા હતા. પાર્ટીનાં કાર્યકર્તા ઈશ્વરીય કામ કરી રહ્યા છે.પાર્ટી પરિવારની પાર્ટી છે.બીજેપી વિશાળ પરિવાર છે. સૌનો સાથ સૌનો વિકાસ, જનસંઘ માં દીવો હતું , ત્યાર પછી બીજેપી માં કમલ નિશાન બનાવ્યું છે.ત્યારથી હેધુ પાડવા દીધું નથી. ભરત ભાઈ રાઠોડ ની આગેવાનીમાં બનેલી નવી ટીમને સાથે રાખીને કામ કરવાની શૈલી છે. કાર્યકર્તા નું યોગદાન જળવાઈ રહ્યું છે.તે ઈશ્વર ભાઈ પરમારે ને આભારી છે.સાથે મળીને કામ કરીશું તો સફળ થઈશું.
આ કાર્યક્રમમાં એસટી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ ભાઈ વસાવા નિમંત્રક ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગર ભાઈ નાયક, કિશનભાઇ પટેલ,
જીલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ, ભાવેશ ભાઈ પટેલ, પ્રવીણ ભાઇ રાઠોડ, નગર પ્રમુખ અનંત ભાઈ જૈન, મહામંત્રી શ્રી નિસર્ગ મહેતા મુકેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, તાલુકા પ્રમુખ આનંદ પટેલ, મહામંત્રી જીતુ ભાઈ વાસિયા, હિમાંશુ પટેલ, કડોદરા નગર કિરણ પરમાર, મહામંત્રી કૃપા શંકર શુક્લા,હિતેશ દેસાઈ, પલસાણા તાલુકા પ્રમુખ કૃણાલ પટેલ,મહામંત્રી કૃણાલ ગોહિલ, મિતેષ નાયક,તથા 169 વિધાનસભાના ,નગર,તાલુકા તમામ મંડળના પ્રમુખશ્રીઓ,મહામંત્રીશ્રીઓ, હોદેદારો પદાધિકારીઓ,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમની સંચાલન રાકેશભાઇ ગાંધીએ કર્યું હતું.
તંત્રી : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ )
મો. ન. 8128711043