બારડોલી એ.આર.ટી.ઓ. દ્વારા અધર પ્રકારના વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝનું રિ-ઓક્શન
પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૨ થી ૧૫ એપ્રિલ સુધી અરજી કરવાની તક
ઓલપાડ : એ આરટીઓ બારડોલી દ્વારા અધર પ્રકારના વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 19 AH નું રિ-ઓક્શન થશે. જે માટે વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૧૨ એપ્રિલથી શરૂ થશે અને ૧૫ એપ્રિલ સુધી ચાલશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો અરજી કરી શકે એ માટે તા.૧૫ થી ૧૭ એપ્રિલ સુધી ઓનલાઈન ઓક્શન ખુલ્લું રહેશે. તા.૧૭મીએ સાંજે ૪.૧૫ વાગ્યે નંબર ફાળવણીનું ફાઈનલ લિસ્ટ પરિવહન સાઈટ પર જોઈ શકાશે.
પસંદગીના નંબર મેળવનાર અરજદારોએ નિયત ફી ૫ દિવસમાં ઈ-પેમેન્ટ દ્વારા ભરી તેનો આધાર બારડોલી એ.આર.ટી.ઓ.માં જમા કરાવવો. ઈચ્છુક અરજદારોએ સીએનએ ફોર્મ ભરવાનું રહેશે એમ બારડોલી એ.આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયુ છે.