સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ બારડોલી ખાતે “૬ એપ્રિલ ભાજપા સ્થાપના દિવસ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સંદર્ભમાં એક અગત્યની બેઠક મળી

મહેન્દ્રસિંહ માંગરોલા, ઓલપાડ
બારડોલી. તા : 6 એપ્રિલ ભાજપા સ્થાપના દિવસ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સંદર્ભમાં એક અગત્યની બેઠક સુરત જીલ્લા ભાજપાના પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડ તથા ભાજપા સ્થાપના દિવસના દક્ષિણ ઝોનના પ્રદેશ સહ-સંયોજક શ્રી જગદીશભાઈ પારેખની ઉપસ્થિતીમાં કમલમ બારડોલી ખાતે એક બેઠક મળી હતી. જેમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્યશ્રી સંદીપ ભાઈ દેસાઈ, બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર હાજર રહ્યા હતા.

જિલ્લા મહામંત્રી જીગર ભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કરીને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ ભાજપા સ્થાપના દિવસના દક્ષિણ ઝોનના પ્રદેશ સહ-સંયોજક શ્રી જગદીશભાઈ પારેખની જગદીશભાઈ પારેખે આગામી દિવસોમાં આવી રહેલા કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આગામી એપ્રિલ મહિનામાં તારીખ 6,7,8,9, ના દરમિયાન સ્થાપના દિવસ, રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં તારીખ– 10,11,12, દરમિયાન ગાવ,બસ્તી, ચલો અભિયાન ચાલશે.અને ત્યાર બાદ – 14મી એપ્રિલે આંબેડકર જયંતી ઉજવવામાં આવશે.
આ બેઠકમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ, બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, , જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના પ્રદેશ સહ-સંયોજકશ્રી જગદીશભાઈ પારેખ,જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ,તથા જિલ્લા સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ,તથા ના અપેક્ષિત સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકનું સંચાલન મહામંત્રીશ્રી જીગરભાઈ નાયકે કર્યું હતું. જ્યારે આભાર વિધિ મહામંત્રીશ્રી રાજેશભાઈ પટેલે કરી હતી.