ઓલપાડની તળાદ હાઈસ્કૂલમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો
ઓલપાડ : ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદનાં પ્રાથમિક વિભાગમાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
આ પ્રસંગે માધ્યમિક વિભાગનાં આચાર્ય જયેશભાઈ પટેલ અને પ્રાથમિક વિભાગનાં આચાર્ય જશવંતભાઈ પટેલે બાળકોને ભવિષ્યમાં પોતાની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બનાવી પોતાનું ઈચ્છિત લક્ષ્ય નક્કી કરી તે સુધી પહોંચીને પોતાની શાળા, ગામ તથા તાલુકાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે વિદાય લેતાં બાળકોએ દરેક શિક્ષકોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી પોતાનું શાળાકીય ઉત્તરદાયિત્વ અદા કર્યુ હતું.
તંત્રી : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ )