વાંકલગામે 18 કરોડના ખર્ચે નિર્માણ થનાર કોમર્સ કોલેજ બિલ્ડીંગનું ખાતમુર્હુત કરતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા
વાંકલ : શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર કોમર્સ કોલેજ ભવનનાં બાંધકામનું ખાતમુર્હુત ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના વરદ હસ્તે કરાયું.
મીની વિદ્યાનગર ગણાતા વાંકલ ગામ અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ને શિક્ષણની એક નવી ઈમારતની ભેટ સ્થાનિક પ્રતિનિધિ ના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે. હાલ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચાલે છે. જેમાં અંદાજે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે તકલીફ પડતી હોવાથી સ્થાનિક આગેવાનો અને કોલેજ પ્રશાસન દ્વારા માંગરોળના લોક પ્રતિનિધિ ગણપતસિંહ વસાવા ને આ બાબતે રજૂઆત કરી હતી.જેથી તેમણે રાજ્ય સરકારમાં ઉચ્ચશિક્ષણ કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા સરકારી કોમર્સ કોલેજના બાંધકામ, લાઈબ્રેરી, રમગ-ગમત નું મેદાન અને કેમ્પસના વિકાસ માટે રૂા.18 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જેનું ભૂમિ પૂજન માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા