સુરતની શારદાયતન શાળા (ગુ.મા.)નું રાજયકક્ષાએ ગૌરવ
સુરત : તા. 10/03/25 ના રોજ રાજયકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં ધોરણ-4 માં અભ્યાસ કરતા પટેલ માન્ય નિલેશભાઈએ લોકવાદ્ય સંગીત હરિફાઈમાં ઢોલમાં જુદા-જુદા તાલ વગાડીને ” તૃતીય નંબરે” વિજેતા થઈ શાળાનું નામ રોશન કર્યું છે. આ વિજેતા વિદ્યાર્થી તથા સંગીત શિક્ષક શ્રી પવનભાઈને શાળાના આચાર્યશ્રી તથા ટ્રસ્ટીશ્રી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા (ઓલપાડ )