June 14, 2025 7:07 am

Search
Close this search box.

જે.સી.આઈ.સુરત મેટ્રો અને ગુરુકૃપા વિદ્યાલય દ્વારા CPR ટ્રેનિંગનું આયોજન કરાયું

જે.સી.આઈ.સુરત મેટ્રો અને ગુરુકૃપા વિદ્યાલય દ્વારા CPR ટ્રેનિંગનું આયોજન કરાયું

આપત્તિના સમયે પ્રથમ 4 મિનિટમાં યોગ્ય CPR ટ્રેનિંગ આપવાથી વ્યક્તિનો જીવ બચવાની શક્યતા 70% વધી જાય છે.

સુરત : મોરાભાગળ સ્થિત ગુરુકૃપા વિદ્યાલય ખાતે જે.સી.આઈ. સુરત મેટ્રોના સંયુક્ત ઉપક્રમે CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગનું આયોજન મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.નૈલેષ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સુરતના પેડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી ડૉ.અશ્વિની શાહ અને જાણીતા સિનિયર પેડિયાટ્રિશ્યન ડૉ.સલીમ હીરાની દ્વારા વિદ્યાર્થીઓને જીવન બચાવનારી આ જરૂરી કુશળતા અંગે તાલીમ આપવામાં આવી.
ડૉ.અશ્વિની શાહે જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને તેનું હ્રદય તથા શ્વાસ બંને બંધ થઈ જાય ત્યારે CPR જીવન બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ મગજ માત્ર 4 મિનિટ સુધી જ ઓક્સિજન વગર જીવી શકે છે. જો સમયસર CPR ન મળે તો પરમેનેન્ટ બ્રેઇન ડેમેજ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે 108 એમ્બ્યુલન્સને પહોંચતા 8-10 મિનિટ લાગી જાય છે, તેથી આ પ્રથમ 4 મિનિટમાં CPR આપવું વ્યક્તિના જીવ બચાવવા માટે ખૂબ અગત્યનું અને ક્રિટિકલ છે.
ડૉ. સલીમ હીરાની અનુસાર, જો પ્રથમ 4 મિનિટમાં યોગ્ય CPR આપવામાં આવે તો વ્યક્તિનો જીવ બચવાની શક્યતા 70%થી વધુ વધી જાય છે. આજના તણાવભર્યા જીવનશૈલી અને અનિયમિત જીવનપદ્ધતિને કારણે યુવાનો અને ટીનએજર્સમાં પણ હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓને CPR જેવી જીવનરક્ષક તકનીક શીખવવી સમયની જરૂરિયાત બની ગઈ છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિના સમયે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કાર્ય કરવાની સમજ આપવામાં આવી અને તેમને પ્રેક્ટિકલ CPR પ્રેક્ટિસ કરાવવામાં આવી જેથી તેઓ આ કુશળતાને હકીકતમાં ઉપયોગી બનાવી શકે.આ અવસર પર શાળાના ટ્રસ્ટીશ્રી ડૉ.વિજય પટેલ દ્વારા સંચાલક અને આચાર્યને આવી જરૂરી તાલીમના આયોજન બદલ અભિનંદન આપ્યા હતાં. શાળાના પ્રિન્સીપાલ મેઘા મહેતા દ્વારા સ્વાગત પ્રવચન અને કૉ-ઓર્ડિનેટર વંદના પટેલ દ્વારા આભારવિધિ કરાઈ હતી. આ પ્રસંગે જે.સી.આઈ. સુરત મેટ્રોના પ્રમુખ જે.સી. સીમા સિંગ અને તેમની ટીમના સભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થી અને ડૉક્ટરની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો અને જણાવ્યું કે, અમે ભવિષ્યમાં પણ આવા આરોગ્ય જાગૃતિ અભિયાન અને ટ્રેનિંગ કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જીવન બચાવનારા બની રહેશે.
અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા (ઓલપાડ) 

 

Leave a Comment

વધુ વાંચો

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો