June 14, 2025 7:06 am

Search
Close this search box.

ઓલપાડની કુડસદ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

ઓલપાડની કુડસદ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન 

શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, માતૃવંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો 

ઓલપાડ :   ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કુડસદ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ, માતૃવંદના તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલાં બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ જઈ રહ્યાં છે ત્યારે શાળાનાં શિક્ષકો દ્વારા બાળકોને શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શાળામાં જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર ગામનાં અગ્રણી અને દાતા એવાં સતિષભાઈ પટેલ, શિક્ષણવિદ મહેમૂદભાઈ ડાભી, કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ હેમાક્ષીબેન સુરતી સહિત તમામ સદસ્યો ઉપરાંત વાલીજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિદાય લઈ રહેલાં બાળકોએ આ શાળામાં વિતાવેલા 8 વર્ષોને યાદ કરી પોતાની આંખો ભીની કરી હતી. શાળાનાં આચાર્ય ભારતીબેન માટીએડાએ સૌને માધ્યમિક શિક્ષણ માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે વિધાર્થીઓએ ઉપસ્થિત પોતાની માતૃશ્રીઓની વિધિવત વંદના કરી તેમનાં આશીર્વચન મેળવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપશિક્ષિકા  દર્શનાબેન પટેલ કર્યુ હતું જ્યારે આભારવિધિ ઉપશિક્ષક રાજુભાઈ ગેડિયાએ આટોપી હતી. અંતિમ ચરણમાં સૌએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારીમાં જણાવે છે.

અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા ( ઓલપાડ )

Leave a Comment

વધુ વાંચો

best news portal development company in india

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો