સુરત : પી.જી. ક્લિક આયોજિત નારી શક્તિને પ્રોત્સાહન કરવા માટે વુમન્સ ડે અંતર્ગત મહિલાઓને સન્માન માટે પી.જી. ક્લિક દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે અલગ અલગ ફિલ્ડમાં જે મહિલાઓ ખૂબ જ મહેનત કરીને પોતાના જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે કાર્ય કરી રહી છે. એવી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સુંદર કાર્ય પી.જી. ક્લિક દ્વારા થઈ રહ્યું છે. ત્યારે સુરત શહેરના અનેક નામાંકિત મહિલાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા .આ તકે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાડુંત ગામના વતની સ્નેહા પટેલ સાયકલિંગ અને દર વર્ષે સરહદ પર આપણા જવાનો માટે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી પોતાના હાથે બનાવેલ સરહદ પર મોકલાવે છે એની કામગીરી ને ધ્યાનમાં લઇ પી.જી. ક્લિક દ્વારા એમનો શક્તિ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું. પી.જી. ક્લિક એમનો એક સૂત્ર છે.’ ઢુંઢને સે સબ મિલેગા’ આ સૂત્રને સાકાર કરવા માટે અનેક મહિલાઓ ટીમ વર્ક કામગીરી કરી રહ્યા છે. અનુપમા સીરીયલ ના એક્ટર છોટી પણ હાજર રહી હતી. આ તકે ભાડુંત ગામના ડેપ્યુટી સરપંચ હેમંત પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.
