બારડોલી : મન કી બાત કાર્યક્રમ” તથા “વન નેશન વન ઇલેક્શન” ના સંદર્ભે એક અગત્યની બેઠક સુરત જીલ્લા ભાજપાના પ્રમુખ ભરતભાઇ રાઠોડ તથા મન કી બાતના દક્ષિણ ગુજરાતના પ્રદેશ ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ ભાજપ સહ-સંયોજક જગદીશભાઈ પારેખની ઉપસ્થિતીમાં શ્રી કમલમ ભાજપા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે બેઠક મળી હતી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું.ત્યાર બાદ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મન કી બાતના દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ ભાજપ સહ-સંયોજક જગદીશભાઈ પારેખે આગામી દિવસોમાં આવી રહેલા કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી. આ બેઠકમાં મન કી બાતના ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના પ્રદેશ સહ-સંયોજક જગદીશભાઈ પારેખ, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ,તથા જિલ્લા સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ,તથા મન કી બાત અને વન નેશન વન ઇલેક્શનના અપેક્ષિત સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકનું સંચાલન મહામંત્રી જીગરભાઈ નાયકે કર્યું હતું. જ્યારે આભાર વિધિ મહામંત્રી કિશન ભાઈ પટેલે કરી હતી.