June 14, 2025 8:04 am

Search
Close this search box.

તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

તાપી : તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૮ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.
         સ્વાગત કાર્યક્રમમાં ૧૧ અરજદારોના પ્રશ્નો પૈકી  ૮ ના પ્રશ્નો મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલ લવાયો હતો. અરજીઓમાં મુખ્યત્વે જમીન માપણીના, નદી પરના પુલની સફાઈના, પેન્શનના, જમીન સંપાદનને લગતા કેસોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. બાકી રહેલી ૩ અરજી પૈકી ૧ અરજી પેન્ડીંગ તેમજ અન્ય ૨ અરજીઓને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અઘ્યક્ષસ્થાને થી હુકમ કરવામાં આવેલ છે. સ્વાગત કાર્યક્રમમાં તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બાગુલિયા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

વધુ વાંચો

best news portal development company in india

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો