June 14, 2025 7:13 am

Search
Close this search box.

કોબા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 50 જેટલા ચકલી ઘર લગાવ્યા

ઓલપાડ  : સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ઓલપાડ તાલુકાના કોબા ગામે આવેલ કોબા પ્રાથમિક શાળાના પટાગણમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે  ચકલીઓ ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જીવન પોતાના પરિવાર સાથે રહી અને મનુષ્ય થી દુર થયેલ ફરી પોતાની નજીક આવે એવા પ્રયત્નો શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે કોબા શાળના પટાગણમા 50 જેટલા ચકલી ઘર લગાવવામાં આવ્યા છે.
    દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી જોવા મળે  રહી છે.ત્યારે  ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવમી કરવામાં આવે છે. વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી.
ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.

Leave a Comment

વધુ વાંચો

best news portal development company in india

Cricket Live Score

Corona Virus

Rashifal

વધુ વાંચો