ટકારમાં : ઓલપાડમા આવેલ અને સિધ્ધનાથ મહાદેવના ભકત એવા રતનદાસ ઉર્ફે બાવાસાહેબ દાદાની બાવા ફળીયામા આવેલા મંદિરે સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂદેવની ઉપસ્થિતિમાં દંપતિઓએ પૂજા અર્ચના કરી હતી. જેમાં સવારથી જ બાવા સાહેબના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. ઓલપાડ સહિત તાલુકામાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને બાવા સાહેબના દર્શન કરી માનતા માની પૂજા વિધિ કરી હતી. સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ લાભ લીધો હતો. અને રાત્રે સાલગીરી નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરાના કલાકારોએ ભજન સંધ્યાની રમઝટ બોલાવી હતી.
